ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

ગુજરાતી સંસ્કૃતમાંથી ઉદ્ભવ થયેલી ગુજરાત રાજ્યની ઇન્ડોઆર્યન કુટુમબીક ભાષા છે.વિશ્વના ૪૬૦ લાખથી વધારે લોકોની આ ભાષા છે.ગુજરાતી નાગરી પદ્ધતિમાં લખાય છે.જ્યાં દેવનાગરી લિપિ પ્રમાણે અક્ષર કે શબ્દ ઉપર આડી લીટી લગાવવી પડતી નથી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી,લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મહંમદ અલી ઝીણાની આ માતૃભાષા છે.વિશ્વની બધી ભાષાઓમાં ૨૬ મો નંબર ધરાવેછે.

વિશ્વના કેટલાક દેશોએ ચીનની જેમ રાષ્ટ્રભાષાને કમ્પ્યુટરમાં ઉપયોગી થાય તેમ સરળ બનાવી છે.ગુજરાતી લિપિ ભારતની સર્વે ભાષાઓની લિપિઓમાં પેન વારંવાર ઉઠાવ્યા સિવાય લખવામાં સરળ છે અને લેખો પણ બીજી ભાષાઓની જેમ સમુહ્બદ્ધ લાગતા નથી.જેમ યુરોપિયન દેશોમાં,અન્ય દેશોમાં કેટલીક ભાષાઓ અંગ્રેજી લિપિમાં લખાય છે તેમ ભારતની ઘણીજ ભાષાઓ સરળ ગુજરાતી લિપિમાં લખી શકાય તેમ છે.ભારતમાં બધીજ ભાષાઓમાં ૪૧% થી વધુ હિન્દી અને ૪-૫% થી વધુ ગુજરાતી બોલાય છે . હિન્દી ભારતના મોટા ભાગે બધાજ રાજ્યોમાં સ્કૂલમાં શીખવાડવામાં આવેછે પરંતુ હિન્દી ભાષીઓને અન્ય રાજ્યભાષાઓનું જ્ઞાન આપવામાં આવતું નથી. આ India,ઇન્ડિયા ,इंडिया ,ಇಂಡಿಯಾ ,इंडिया ,ਇੰਡੀਆ ,இந்திய ,ఇండియా,انڈیا શબ્દ ભારતની કયી કમ્પ્યુટર ઉપયોગી ભાષામાં સરળ લાગેછે? ગુજરાતી મૂળાક્ષર લખવામાં અને શીખવામાં અન્ય ભારતીઓ તેમજ પરદેશીઓ માટે સરળ છે.

ગુજરાતે કવિઓ, સાહિત્યકારો અને વિશ્વમાં પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ પણ આપ્યા છે. આખા વિશ્વમાં ગુજરાતીઓ ફેલાયેલ છે.મુંબઈમાં વસતા ગુજરાતીઓ પણ જો સાથે પ્રયત્ન કરેતો મરાઠી પેપર્સ ગુજરાતી લિપિમાં પ્રસિદ્ધ કરી શકે છે.ગુજરાતીઓમાં વેપારીવૃતી છે પણ ભાષાનો પ્રચાર કરવામાં મંદ છે.ગુજરાતી ભાષામાં ૬૦૦ થી વધારે બ્લોગ્સ છે.બધાજ ગુજરાતીઓને મોટાભાગે હિન્દી ભાષાનું જ્ઞાન હોય છે. જો તેઓ પોતાના બ્લોગ્સનો અનુવાદ હિન્દીમાં ગુજરાતી લિપિમાં કરે અને હિન્દી વિભાગમાં પ્રદર્શિત કરેતો ગુજરાતી સાહિત્યને ઘણુજ પ્રોત્સાહન મળશે. ભારતમાં ગુજરાતીઓની ઓછી સંખ્યાને કારણે ગુજરાતી રાષ્ટ્રભાષા ન થઇ શકી પણ ગુજરાતી લોકો અને મીડિયા જો પ્રયત્ન કરે તો ગુજરાતી લિપિને ભારતની રાષ્ટ્રલિપિ બનાવી શકે તેમ છે.ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

૧ -ગુજરાતી લિપિમાં હિન્દી પેપર પ્રસિદ્ધ કરો અને મથાળે अ=અ , ब=બ , क=ક , इ=ઈ , ख=ખ , च=ચ , ज=જ , फ=ફ , भ=ભ , ल=લ,झ=ઝ …..વિગેરે લખો.શું આપણે હિન્દી ભાષીઓને બંને ભાષાઓમાં આટલા અસમાન સુંદર સરળ મૂળાક્ષરો ન શીખવી શકીએ?
૨ -ગુજરાતી લિપિમાં સંસ્કૃત ષ્લોકો લખો.
૩ -સ્કૂલના બધાજ હિન્દી પુસ્તકોમાં ગુજરાતી લિપિનો ઉપયોગ કરો.
૪-કમ્પ્યુટરમાં જ્યાં જરૂર પડે ત્યાં હિન્દી અનુવાદ ગુજરાતી લિપિમાં કરો.
૫-હિન્દી જાહેરાતો ગુજરાતી લિપિમાં આપો.ત્રિભાષી સાઈન બોર્ડ ઉપર ગુજરાતી-હિન્દી -અંગ્રેજી ક્રમમાં લખો.
૬-જ્યાં જરૂર લાગે ત્યાં ગુજરાતી લિપિને પ્રોત્સાહન આપો.ભલે બોલો કોઈપણ ભારતિય ભાષા પણ લખો કમ્પ્યુટર સરળ ગુજરાતીમાં.ગુજરાતી બ્લોગ્સ ઉપર હિન્દી ભાષીઓને આમંત્રણ આપવા માટે તમારા લેખનો અનુવાદ હિન્દીમાં કરો અને ગુજરાતી લિપિમાં હિન્દી વિભાગમાં મુકો.
૭-હિન્દી બ્લોગ ,હિન્દી યુ ટ્યુબમાં ગુજરાતી લિપિનો ઉપયોગ કરો.
૮ -હિન્દી પબ્લિક ફોરમ્સમાં ગુજરાતી લિપિનો ઉપયોગ કરો
૯ -ગુજરાતી પેપરો પણ બે વિભાગમાં (એક ભાગ ગુજરાતીમાં અને બીજો ભાગ હિન્દી-ગુજરાતી લિપિમાં) પ્રસિદ્ધ કરો.
૧૦-સરળ હિન્દી લખાણ ગુજરાતીમાં દેખાય અને વંચાય તેવો કમ્પ્યુટર પ્રોગ્રામ તૈયાર કરો. જેમકે કોપી હિદી પેરાગ્રાફ અને પેઈસ્ટ અને ગુજરાતીમાં હિન્દી વાંચો.
૧૧-ભારતને જરૂર છે એક લિપિની અને તે છે સરળ કમ્પ્યુટર ઉપયોગી ગુજરાતી લિપિ.

3 thoughts on “ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  1. પિંગબેક: ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ? | GUJARAT PLUS

  2. પિંગબેક: ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ? (via GUJARAT PLUS) « વિજયનુ ચિંતન જગત

  3. કેનભાઈ તમારા વિચારો માતૃભાષા માટે ઉત્તમ છે અને આપણા સૌના સહિયારા પ્રયાસો થકી આપણી ભાષાને વધુ ને વધુ વાચકો સમક્ષ મુકવામાં સફળતા મળશે જ .

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s