ગુજરાતી શબ્દ જોડણી

ગુજરાતી શબ્દ જોડણી ની ચર્ચા  માં જ ગુજરાતી સાહિત્યકારો એ આઝાદી પછી ના વર્ષો વિતાવ્યા  અને ગુજરાત માં હિન્દી ભાષા આપણા જ ખર્ચે શીખતા ગયા.આ સાહિત્યકારો ના વિવાદ ને લીધે જ અત્યાર સુધી ગુજરાતી રાષ્ટ્ર લિપિ બની શકી નથી.આ સાહિત્યકારો શબ્દ જોડણી માં એટલા બધા પ્રવુતિમય છે કે તેમને અન્ય રાજ્યો માં ગુજરાતી લિપિ પ્રચાર કરવાનો  ખ્યાલ આવતો જ નથી. હા,ઘણા જ સંસ્કૃત ષ્લોકો  ગુજરાતી માં લખાયેલા જોવા મળે છે પણ હિન્દી સાહિત્ય?

સાચી શબ્દ જોડણી લખનારની પ્રાંતીય બોલી,ઉચ્ચાર શક્તિ,વિચાર શક્તિ, શિક્ષણ  સ્તર અને  દૈનિક ભાષા ઉપયોગ  ઉપર આધારિત છે. ખોટી જોડણી વાળો શબ્દ કદાચ  વાચક ને યોગ્ય ન લાગે પણ જો તેનો એક  જ અર્થ હોય અને તેનો વાક્ય માં શબ્દ પ્રયોગ અર્થ સાચો હોય તો કટાક્ષ શા માટે?

 આ બંને પ્રતિનિધિ/પ્રતીનીધી શબ્દો  માં થી કયો શબ્દ લેખન લિપિ માં  સુંદર લાગેછે? આ બંને શબ્દો માં થી કયો શબ્દ લખવામાં પેન ઓછી વખત ઉંચકવી પડેછે?શબ્દ સુંદરતા અને  લખવાની સરળતા પણ શબ્દ જોડણીમાં અગત્ય નો ભાગ ભજવે છે .

હિન્દી લિપિ માં થી ગુજરાતી લિપિ માં સ્ક્રિપ્ટ પરિવર્તન કરવા માટે આપણી ગુજરાતી શબ્દ જોડણી, હિન્દી  શબ્દ જોડણી પ્રમાણે જ રાખવી પડશે.આમાં ઊંઝા જોડણી બિલકુલ  ઉપયોગી નહી થાય. શું હિન્દી ભાષી ઓ રાષ્ટ્રીય સ્તર પર ઊંઝા જોડણી સ્વીકારશે ? જુઓ, હાલના ગુજરાતી સમાચાર પત્રો કયી જોડણી નો ઉપયોગ કરેછે?

 હવે  સાચી શબ્દ જોડણી શોધવા માટે આ ગૂગ્લ્સ સાઈટ નો ઉપયોગ કરો.તેમાં ગુજરાતી શબ્દ અંગ્રેજી માં ટાઇપ કરો અને તે શબ્દ કેટલી પ્રકારે લખી શકાય છે તે જુઓ.તમારા ગુજરાતી ભાષા ના જ્ઞાન પ્રમાણે યોગ્ય શબ્દ ની પસંદગી કરો.

http://www.google.com/transliterate/Gujarati

pratinidhi=પ્રતિનિધિ, પ્રતિનિધી,પ્રતિનીધી,પ્રતીનીધી,પ્રતિનીધિ

aitihasik=ઐતિહાસિક,ઐતિહાસીક,ઐતીહાસીક,ઐતિહસિક

હવે  પ્રતિનિધિ નો અંગ્રેજી શબ્દ representative થાય છે .તેનો અર્થ ગુગલ ત્રાનસ્લેટ માં  હિન્દી અને ગુજરાતી બન્ને ભાષામાં જુઓ .અને સાચી જોડણી નક્કી કરો.

બોલો ,આ કેટલું સરળ છે ?

representative=प्रतिनिधि,પ્રતિનિધિ…………સાચી જોડણી

progressive=प्रगतिशील.પ્રગતિશીલ

national script=राष्ट्रीय लिपि,નેશનલ સ્ક્રિપ્ટ=રાષ્ટ્ર લિપિ

historical=ऐतिहासिक,ઐતિહાસિક

http://translate.google.com/

3 thoughts on “ગુજરાતી શબ્દ જોડણી

  1. અહીં આપણે ગુજરાતીને રાષ્ટ્રભાષાનાં સ્તરે લઇ જવાની વાત કરી છીએ, પણ ગુજરાતી સાહિત્ય પરિષદ તો ડીસેમ્બર’૧૧માં જૂનાગઢ્માં ભરાયેલાં વાર્ષિક સંમેલનમાં ગુજરાતીને લુપ્ત થતી અટકાવવા માટેના ઠરાવ કરી રહી છે.
    ગુજરાતી જોડણીમાટે જેમ મશીન ટ્રાંસલીટરેશનનાં સૉફ્ટવૅરનો આ પ્રકાર્નો અનોખો પ્રયોગ કરી શકાય તેટલું જ જરૂરી છે અન્ય ભાષાઓમાથી ગુજરાતીમાં અને અને ગુજરાતીમાંથી અન્ય ભાષાઓમાં અનુવાદની પ્રવૃતિને વેગ આપવાનુ.

    અભીપ્રાય આપવા બદલ આભાર……..

    જેમ જેમ હીન્દી નો પ્રચાર શીક્ષણ ખાતા માં વધશે તેમ તેમ ગુજરાતી લીપી લુપ્ત થતી રહેશે .સંસ્કૃત ગુજરાતી લીપી માં લખાય છે પણ હીન્દી ગુજરાતી લીપી માં લખવાની શીક્ષણ ખાતા ની હિમત નથી. શું ભવિષ્ય માં ગુજરાતી સમુહ્બદ્ધ દેવનાગરી લીપી માં લખાશે ?? (ઈ>ઇ.ઊ>ઉ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s