ભવિષ્ય માં સરળ ગુજરાતી ભાષા લિપિ લુપ્ત થવા ના કારણો

૧-હિન્દી/અંગ્રેજી માં શિક્ષણ માધ્યમ
૨-પ્રાંતિય  હિન્દી ભાષા પ્રચાર કેન્દ્રો
૩-અનુવાદ યોગ્ય શબ્દો નો અભાવ /વિવિધ અર્થ શબ્દો 
૪-મુશ્કેલ શિક્ષણ વ્યાકરણ
૫-શિક્ષણ અને સરકારી સ્તરે ઘટતો  દૈનિક ભાષા  નો  ઉપયોગ
૬-તળપદી ભાષા નો અધિક ઉપયોગ /ભાષા શુદ્ધિ  નો અભાવ 
૭-આંતરરાષ્ટ્રીય ભાષા જ્ઞાનસ્ત્રોત(વિકિપેડિયા) અનુવાદ નો અભાવ 
૮-જીવન ધોરણ સુધારવા માટે અન્ય ભાષા નું આકર્ષણ
૯-બધાજ વિષય ના ટેકનીકલ  પાઠ્ય પુસ્તકો અને શબ્દકોષ નો અભાવ
૧૦-રાજકીય ગુજરાતી ભાષા લિપિ પ્રચાર કેન્દ્રો નો અભાવ 
૧૧ -બધીજ ભારતીય ભાષાઓ માં રોમન લિપિ/હિન્દી લિપિ નો ઉપયોગ
૧૨-સમાચાર માધ્યમો માં શુદ્ધ ભાષા નો અભાવ
૧૩-હિન્દી સાહિત્ય માં અને બ્લોગ્ઝ માં ગુજરાતી લિપિ પ્રચાર નો અભાવ
૧૪- રોમન કી બોર્ડ લિપિ ની ટાઈપ સરળતા 
૧૫- રાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મ /  નાટક ઉદ્યોગ નો  અભાવ
૧૬-આર્થિક વાઇબ્રન્ટ ગુજરાત માં અન્ય ભાષી લોકો નું સ્થળાંતર

6 thoughts on “ભવિષ્ય માં સરળ ગુજરાતી ભાષા લિપિ લુપ્ત થવા ના કારણો

 1. “શું આ ગુજરાતી શિક્ષકો ની જવાબદારી નથી ?” તેના જવાબમાં એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન કર્યો કે મહેન્દ્ર, જીતેન્દ્ર, ઇન્દ્ર વગેરેમાં દેવનાગરીનો द ઉપરની લીટી વગર કેમ વાપરીએ છીએ? આના નિયમો શું છે? તમને નથી લાગતું કે તમે જ્યારે અમને બારાક્ષરી શીખવાડી ત્યારે તમારે અમને આ રીતે (ત થ દ द ધ ન) શીખવાડવી જોઈતી હતી?
  બીજું: શું ભણાવવું અને શું ન ભણાવવું તેના આદેશો સરકારો આપે છે.
  ત્રીજું: યુરોપની ભાષાઓ માટે એક નિષ્ણાતોનું બોર્ડ હોય છે જે નક્કી કરે છે કે ભાષામાં શું સ્વીકાર્ય છે. વિલાયતમાં અંગ્રેજી ભાષા માટે મોટે ભાગે ઑક્સ્ફર્ડ ડિક્શનરી કયા નવા શબ્દો ભાષામાં અપનાવી લેવા તે નક્કી કરે છે. ગુજરાતમાં આવી કોઈ સંસ્થા છે?
  આજની પરિસ્થિતી જોતાં ગુજરાતી લિપીનું સરળીકરણ કરવું એ ભગીરથ કાર્ય છે.

 2. એક વાત પ્રત્યે ખાસ ધ્યાન દોરવું જરૂરી છે. હું ગુજરાતી ભણાવું છું. મૂળ ચિંતાનો વિષય છે: મિશ્રણ. ઉ.ત. મારા father બહુ sick છે. operation વિના no choice! આવું જ ટીવી પર વંચાતા સમાચારોનું છે. એ ઠીક છે કે જ્યાં અંગ્રેજી (કે પછી બીજી કોઈ પણ ભાષાનો) વિકલ્પ ગુજરાતીમાં ન હોય તો. કોઈ જીવંત ભાષા કદી મરતી નથી, તેના બોલનારા ક્રમે ક્રમે વિલીન થઈ જાય છે.

  • ઉપેન્દ્ર ભાઈ,
   આ બધી દેવનાગરી લીપીમાં લખાતી ભાષાઓ હિન્દી ના પ્રભાવ હેઠળ લુપ્ત થઇ રહી છે
   સંસ્કૃત, પાલિ, મરાઠી( મોડી લીપી ), કોંકણી, સિન્ધી, કશ્મીરી, ડોગરી, તામાઙ ભાષા, ગઢ઼વાલી, બોડો, અંગિકા, મગહી, ભોજપુરી, મૈથિલી, સંથાલી, બિષ્ણુપુરિયા મણિપુરી, રોમાની
   પણ પ્રશ્નો એ છે કે સરળ ગુજરાતી લિપિ ને ગુજરાત ની બહાર કેવી રીતે લઇ જવી? ગુજરાતી લિપિ રાષ્ટ્ર લિપિ કેમ ન થઇ શકે?શું ગુજરાતી શિક્ષણ વિભાગ ગુજરાત માં વધતી જતી હિન્દી મીડીયમ સ્કૂલો ના પાઠ્ય પુસ્તકો માં બધાજ વિષયો માં ગુજરાતી લિપિ નો ઉપયોગ કરશે?ગુજરાતી બાળકો હિન્દી ભાષી બાળકો ની જેમ બે લીપી માં શિક્ષણ કેમ ન મેળવી શકે?ગુજરાતી લીપી માં એવી શું ખામી છે કે જે આ શક્ય નથી ?શું આ ગુજરાતી શિક્ષકો ની જવાબદારી નથી ?
   આભાર.

 3. કેનભાઈ, આપના આ ‘સંશયો’ ને પોઝિટીવલી જોવામાં આવે તો વિચારી શકો કે ગુજરાતી ભાષા માટે હજુ કેટકેટલી તકો હાજર છે. મારા મતે એવી કોઈ ચિંતા કરવા જેવું નથી. એટલા માટે કે ગૂગલ, બિંગ અને યાહૂ જેવા સર્ચ-એન્જિન્સ પણ ભારતીય ભાષાઓ માટે ઘણી સહુલીયાતો આપી રહ્યા છે. હજુ થોડાં જ દિવસો પહેલા, યુ-ટ્યુબ અને ટ્વિટર જેવાએ પણ ખાસ ગુજરાતીઓ માટે ઇન્ટરફેસ મુક્યું છે.

  હજુ સાચું કહું તો…જે લોકો આપણી સંસ્કૃતિને દેશ-વિદેશમાં પણ ભાષા દ્વારા ફેલાવી રહ્યા છે તેમના થકી પણ તકો હજુ ઘણી મળી શકે છે. જરૂર છે…માત્ર…પ્રોબ્લેમ્સને તકમાં ફેરવવાની.

  બોલો સાહેબ હવે…તમે આ બાબતે કેટલો ફાળો આપી શકશો ?

  મુર્તઝાભાઈ,

  ગુજરાતી ભાષા તો ગુજરાત માં અને વિદેશી ગુજરાતીઓ માં ગદ્ય પદ્ય અને જોક્સ માં ફૂલે ફાલે છે પણ પ્રશ્નો એ છે કે સરળ ગુજરાતી લિપિ ને ગુજરાત ની બહાર કેવી રીતે લઇ જવી? ગુજરાતી લિપિ રાષ્ટ્ર લિપિ કેમ ન થઇ શકે?શું ગુજરાતી શિક્ષણ વિભાગ ગુજરાત માં વધતી જતી હિન્દી મીડીયમ સ્કૂલો ના પાઠ્ય પુસ્તકો માં બધાજ વિષયો માં ગુજરાતી લિપિ નો ઉપયોગ કરશે?

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી લિપિ સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

  આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s